સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે મહિલા પર થયો જીવલેણ હુમલો

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ પણ રહ્યો નથી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ખુલ્લા હથિયાર સાથે હુમલો અને મારામારીની ઘટનામા વધારો થવા જઈ રહ્યો છે. પાટડી તાલુકાના સાવડા ગામે અગાઉ વાતનું મનદુઃખ રાખી કુટુંબના કેટલા લોકોએ ધારિયા વડે મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હુમલામાં મહિલાને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવા આવી છે.
મહિલાની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી
વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાવડા ગામે કુટુંબી ભાઈ કનુભાઈ દાનાભાઈ અને તેમના પત્ની સહિત રામાભાઈ ભીમાભાઈ અને તેમના પત્ની ઉપર ધારિયા અને સાવડા વડે હુમલો કરતા મહિલાને ગંભીર ઈજા પહોચતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર સીયુશાહ મેડીકલ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવા આવી છે. અગાઉ વાતનું મનદુઃખ રાખી ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને પતિએ પોલીસ પાસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસ કાયદો અને વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહી!
સુરેન્દ્રનગરમાં ગુનેગારોને કોઈ પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. પોલીસ ક્યાક કાયદો અને વ્યવસ્થા સાચવવામાં ક્યાંક નિષ્ફળ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, ધોળા દિવસે જ એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ ધારિયા વડે મહિલા પર હુમલો કર્યો હતો. અત્યારે તો મહિલા સારવાર હેઠળ છે, પરંતુ તેની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: સાબરકાંઠાના પ્રાંતિજમાં 3 મૌલવી સામે નોંધાઈ ફરિયાદઃ બેની ધરપકડ, એક ફરાર