વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ, 7 લોકો જીવતા ભુંજાયા | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ, 7 લોકો જીવતા ભુંજાયા

સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ – લખતર હાઇવે પર એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર વચ્ચે સર્જાયેલા અક્સ્માત બાદ કારમાં આગ લાગવાના કારણે સાત લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાય ગયો હતો. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા હતા.

હાલ મળી રહેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર ઝમર અને દેદાદરા ગામની વચ્ચે કોઠારીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આપણ વાંચો: દહીંહાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત: એકનાથ શિંદેનો બચાવ, મંચ તૂટતા અફરાતફરી

આ અકસ્માત બાદ એક કાર રોડની બાજુમાં ખાબકી હતી અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારમાં સવાર ધંધુકા તાલુકાના ઝીઝર ગામના કુલ સાત જેટલો લોકો જીવતા ભુંજાયા હોવાની વિગતો છે. આ અક્સ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાન થયા બાદ લખતર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button