સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ નોકરીના પ્રથમ દિવસે જ બે સગાભાઈઓના મોત, માથું ધડથી અલગ થઇ ગયું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક સવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બે સગા ભાઈઓનો નોકરીનો પ્રથમ દિવસ

બે સગા ભાઇઓને આજે નોકરીનો પ્રથમ દિવસ હતો આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો. જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને તેના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના 400 રુપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા. બંને ભાઈઓનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો.

ત્રણેય યુવકો રોડ પર પટકાતાં શરીરના છૂંદા નીકળી ગયા હતા. બે ભાઈ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવીયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઇ ગયું હતું. ત્રણેય યુવકો રોડ પર પટકાતા માથુ ધડથી અલગ થઇ ગયુ હતું અને શરીરના છૂંદા નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ બંને ભાઇઓ અત્યાર સુધી જૂના કપડાં લે-વેચનું કામ કરતા હતા અને આજે એમની નોકરીનો પ્રથમ દિવસ હતો.

પોલીસે જણાવ્યું કે, હાલ તો ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.

આપણ વાંચો:  અમદાવાદ હાઈ રિસ્ક ભૂકંપ ઝોનમાં, ઘર થશે 25 ટકા મોંઘા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button