સુરેન્દ્રનગરમાંથી ધર્મ પરિવર્તન કરાવતાં બે લોકો ઝડપાયા, હિન્દુ દેવી-દેવતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ

અમદાવાદઃ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જિલ્લામાં સ્થાનિક લોકોને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા રોકડ તથા અન્ય પ્રલોભન આપવાના આરોપમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. બંને લોકોએ ધર્મ પરિવર્તન કરાવવા માટે 20 હજાર રૂપિયા તથા અન્ય લાલચ આપી હતી.
એફઆઈઆ મુજબ, આ લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી આર્થિક મુશ્કેલીમાં મદદ મળશે તેવો દાવો કર્યો હતો. જે લોકો આ ધર્મ અપનાવશે તેમને જ આ લાભ આપવામાં આવશે તેમ કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે, સુરેન્દ્રનગરના રહેવાસી રતિલાલ પરમાર અને રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી ભંવરલાલ પારધીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ સહિત ત્રણ હોદ્દેદારને કરવામાં આવ્યા સસ્પેન્ડઃ જાણો શું છે વિવાદ
આ બંને આરોપીએ હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તેમની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદીએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાનિક નેતાઓને આ અંગે જાણકારી આપી હતી. જે બાદ આ બંને હિન્દુ સંગઠનોના નેતા ત્યાં પહોંચ્યા ત્યારે આરોપીઓ સ્થાનિકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા જણાવતા હતા. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાએ પોલીસને જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાપીની સોનગઢમાં ગુજરાતના જાણીતા કથાકારે શિક્ષણ પ્રધાનને કહ્યું હતું કે, ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધારે ઉંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે. માત્ર ચિંતન જ નહીં પરંતુ યોગ્ય પગલા લેવા પણ જરૂરી છે. શાળાઓમાં શ્રીમદ્ ભગવત ગીતા અપાય છે પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઈ થવા દેતા નથી. જેઓ પગાર તો સરકારનો ખાય છે પણ પ્રવૃત્તિઓ ધર્માંતરની કરાવે છે.