સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ટેક્સીચાલકે રાહદારીને અડફેટમાં લીધો, યુવકનું મોત…

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં એક દુખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટેક્સી ડ્રાઈવરે બેફામ કાર ચલાવીને એક વ્યક્તિને ટક્કર મારી હતી, જે ઘટનામાં કારણે વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતનાં સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરનાં જોરાવરનગર વિસ્તારમાં પુરઝડપે આવતી કાર યુવકને અડફેટે લઈને થાંભલા સાથે અથડાય હતી.

અમદાવાદની ટેક્સીનાં ચાલકે સર્જ્યો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં એક અકસ્માત સર્જાયો હતો. તેમાં જોરાવરનગરમાં અમદાવાદની ટેક્સીનાં ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને અડફેટે લીધો હતો અને તેને લઈને રસ્તાની બાજુનાં થાંભલા સાથે અથડાય હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ પર તવાઈ, 150 ગેરકાયદે ખાણ પર સરકારની કાર્યવાહી

સારવાર દરમિયાન મોત
સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. આ કાર માહિર દીપભાઇ ડોડિયા નામનો કારચાલક પૂરઝડપે લઈને આવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે વિજયભાઇ ‎ધનજીભાઇ પાટડિયાને અડફેટે લીધો હતો. ત્યારબાદ સારવાર અર્થે તેમને સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button