સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગરઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ ન થઈ લઈ રહ્યા. સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
3,000નો વહીવટ કરવાનું કહીને લાંચની માંગણી
મળતી વિગત પ્રમાણે, ફરિયાદીના વઢવાણ તાલુકાના વડોદ ગામે બે પ્લોટ આવેલા હતા. જે બન્ને પ્લોટના ગામ નમુના નંબર-૨ નો ઉતારો આરોપી ધર્મેશકુમાર તળશીભાઇ પેઢડીયા (તલાટી કમ મંત્રી- લખતર ગ્રામ પંચાયત) પાસે માંગતા તેમણે રાજુભાઇ રામજીભાઇ વસોયા, (પ્રજાજન) મારફતે રૂ. ૩,૦૦૦નો વહીવટ કરવો પડશે તેમ લાંચની માંગણી કરી હતી. તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવામાં આવ્યું હતું. જેમાં લાંચ લેતા ઝડપાયા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પાટડી પાસે ઠંડા પીણાની આડમાં વેચાતો 61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો…
ગત સપ્તાહે બે મહિલા તલાટી કમ મંત્રી ઝડપાઈ હતી
ગત સપ્તાહે એસીબીએ બે મહિલા તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રી મીનાબેન લવજીભાઈ પરમાર રૂપિયા 4000ની લાંચ લેતા પકડાયા હતા. વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન મકવાણા જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે 20,000ની લાંચ લેતા ઝડપાયા હતા.