સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ! યુવકે છરીના ઘા ઝીંકી યુવતીનું ઢીમ ઢાળ્યું…

સુરેન્દ્રનગર: ગુજરાતમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. મારામારી, લૂંટ, ચોરી, દુષ્કર્મ અને હત્યાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે પ્રેમ પ્રકરણમાં એક યુવકે ધોળા દિવસે યુવતીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રેમ પ્રકરણમાં યુવકે ધોળા દિવસે યુવતીની હત્યા કરી
જાહેરમાં અને ધોળા દિવસે દીકરીની હત્યા થઈ હોવાની જાણ થઈ હોવાથી ગાંધી હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દીકરીની હત્યા કરવામાં આવી હોવાથી હોસ્પિટલમાં પરિવારજનોએ હંગામો કર્યો હતો. પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી હત્યારાના ઝડપી પાડીને કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લાશ (યુવતીના મૃતદેહ)ને નહીં લઈ જઇએ. પરિવારજનાઓ એવું પણ કહ્યું કે, ‘અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે. અમારી દીકરી એનાથી ખૂબ જ વધારે ડરતી હતી. જેથી આરોપીની ધરપકડ કરો’. પરિવાર હોસ્પિટલ બહાર ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે.
અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરીઃ પરિવારજનો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જાહેર રસ્તા પર એની ઉપર છરીના 8થી 10 જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ કહ્યું કે, આરોપીની ધરપકડ કરીને તેનો જગ જાહેર વરઘોડો નીકળવો જોઈએ. મળતી જાણકારી પ્રમાણે આ છોકરી દૂધની ડેરી પાસેના પ્લાન્ટમાં નોકરી કરતી હતી. અને તેના કારણે જ પરિવારનું ગુજરાન ચાલતું હતું. આવી રીતે હત્યાની ઘટનાઓ બનવી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. જેથી આ મામલે સત્વરે તપાસ થવી જોઈએ અને આરોપીની ધરપકડ થવી જોઈએ.
આપણ વાંચો : સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે મહિલા પર થયો જીવલેણ હુમલો