સુરેન્દ્રનગરના રળોલ ગામ નજીક આઈસર- ઈકો કાર અથડાતા લીંબડીના વેપારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના રળોલ ગામ નજીક આઈસર- ઈકો કાર અથડાતા લીંબડીના વેપારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ

સુરેન્દ્રનગર: જિલ્લાના રળોલ ગામના પાટીયા નજીક આઈસર પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લીંબડીના વેપારી રાજેશભાઈ કોઠીયાનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તે ઉપરાંત એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

મળતી વિગતો અનુસાર, લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55 વર્ષીય પુત્ર રાજેશભાઈ હસનલીભાઈ કોઠિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજેશભાઈના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ પણ વાંચો…કસારા ઘાટમાં કારને નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button