સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી સેંકડો વીઘા જમીનમાં ફરી વળ્યાં: ખેડૂતોની હાલત કફોડી…

સુરેન્દ્રનગરઃ ખેડૂતો માટે સૌથી વધારે મહત્વું પાણી હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં પાણીએ ખેડૂતોને રોતા કર્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી બની છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ઉભરાતા 600 વીઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. ખેતરોમાં પાણી ફરી વળતા મોટી સમસ્યા સર્જાઈ હતા. પાટડીના બામણવા અને જરવલા ગામ વચ્ચે આવેલી મુખ્ય કેનાલ ઉભરાતા પાણી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં.
દસાડામાં તો પાણીના કારણે જ ખેડૂતોના પાક નુકસાનનો ભય
આ મામલે નર્મદા વિભાગના અધિકારીઓ કહ્યું હતું કે, કેનાલ ઉભરાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ઉનાળાની સીઝનમાં એકબાજુ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે અહીં દસાડામાં તો પાણીના કારણે જ ખેડૂતોના પાક નુકસાન થઈ રહ્યું છે. પાકને નુકસાન થતું હોવાની હવે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ કહ્યું કે, નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે લગભગ 500થી 600 વીઘા જમીનમાં ધોવાણનો ભય ઉભો થયો છે, જેના માટે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી પણ કરી હતી.
વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કામગીરી નથી કરતુંઃ ખેડૂતો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્થાનિક ખેડૂતોએ આ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે લગભગ 500થી 600 વીઘા જમીન ધોવાઈ છે. આવી સ્થિતિમાં અહીંના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ખેડૂતોએ આ સમસ્યાનો નિકાલ તંત્રને રજૂઆતો કરી છે.
આપણ વાંચો : પાટડીમાં ખેડૂતોને હાશકારો! ત્રણ મહિનામાં પ્રશ્નને ઉકેલવા મુખ્ય પ્રધાનની ખાતરી