સુરેન્દ્રનગરમાં પરણિતા પર ગેંગરેપ બાદ હત્યાઃ બસ સ્ટેન્ડ નજીકથી લાશ મળી આવતા ચકચાર | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પરણિતા પર ગેંગરેપ બાદ હત્યાઃ બસ સ્ટેન્ડ નજીકથી લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર: ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર પણ તેમાંથી બાકાત નથી. સાતમી ઓગસ્ટના 24 કલાકમાં ચાર શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા, જેમાંથી એક ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવી દોધો છે.

એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી એક પરણિત મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ કરતા આ ઘટના ગેંગરેપ અને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આપણ વાંચો: હોમગાર્ડ ભરતી કસોટી દરમિયાન બેભાન થઈ ગયેલી યુવતી પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: બિહારની આક્રોશજનક ઘટના

ફૂટેજમાં આરોપીની ઓળખ

પોલીસે મૃતક મહિલાના પરિવારની શંકાના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક યુવક રાત્રે મહિલાને ધાબા પર લઈ જતો જોવા મળ્યો. બાતમીદારોની મદદથી આ યુવકની ઓળખ પ્રકાશ પરમાર તરીકે થઈ હતી.

પાંચ લોકોએ ગુનો આચર્યો

પોલીસે પ્રકાશની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે જુમ્મા ભાદાણી અને અન્ય ત્રણ લોકો સહિત કુલ પાંચ ઈસમે સાથે મળીને મહિલા પર ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આપણ વાંચો: કોલકાતા ગેંગરેપ કેસ: પોલીસે ક્રાઈમ સીનનું રિક્રિએશન કરાવ્યું, કોલેજ શરુ કરવા કોર્ટમાં અરજી

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

બસ સ્ટેન્ડ જેવી ભરચક જગ્યાએ રાત્રે આ પ્રકારની ઘટના બનવાથી પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા હતા. આ ગુનાને કારણે લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળ્યો હતો.

ડીવાયએસપી નિકુંજ પટેલે જણાવ્યું કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. હાલમાં ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button