સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: ઢાંકણીયા ગામની સીમમાં SMC ત્રાટકી, 78 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા બહારના રાજ્યમાંથી મંગાવેલો વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોડી રાતે ઓચિંતો છાપો માર્યો હતો. જેને લઈ દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘનઘોર અંધકાર વચ્ચે શરાબના જથ્થાનું કટીંગ કરતા શખ્સો SMCની ટીમને થાપ આપી ફરાર થઇ ગયા હતા. જ્યારે સ્થળ પરથી એક કન્ટેનર ટ્રક તથા એક માલવાહક પીકઅપ કારમાં ભરેલો દારૂનો મબલક જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCની ટીમે પાડેલા આકસ્મિક દરોડા પહેલા ટ્રકમાંથી મોટો જથ્થો બુટલેગરો દ્વારા કટીંગમાં સગેવગે કરી નાંખવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

એસએમસીની ટીમને જોઈ મચી નાસભાગ

સાયલાના ઢાંકણીયા ગામની સીમમાં વીડ વિસ્તારમાં ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના દીલીપ બાવકુભાઇ ધાધલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરાઇ રહ્યું હોવાની આધારભૂત બાતમીના પગલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેથી હાજર ઇસમોમાં નાસભાગ મચી હતી. દરોડા સમયે સ્થળ પરથી ત્યાં કટીંગ કરવા લવાયેલા વાહનો તથા બુટલેગરના મળતિયાઓ નાસી છૂટયા હતા.

આ પણ વાંચો: ચાણસ્મામાં સ્પોર્ટ્સ ક્લબમાં ધમધમતા જુગારધામ પર SMCના દરોડા; 33 જુગારીઓની ધરપકડ

1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા સ્થળ પર વાહનોમાં રાખેલી પેટીઓમાં ભરેલો ઇંગ્લીશ દારૂનો 6342 બોટલ જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત રૂ.7865082 સાથે ઝડપાયેલા બંને વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડ તેર લાખ પાંસઠ હજાર બ્યાંશી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા શરાબના સોદાગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. એસએમસીની ટીમ દ્વારા આ મામલે જથ્થો મંગાવી કટીંગ કરનારા મુખ્ય સૂત્રધાર એવા નાની મોલડીના દીલીપ બાવકુભાઇ ધાધલ,ટ્રક ચાલક,પિક અપ કાર ચાલક,સ્કોર્પિયો લઇ નાસી છૂટનાર અજાણ્યો શખ્સ તેમજ દારૂનું કટીંગ કરવા આવેલા અજાણ્યા પાંચ જેટલા ઇસમોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button