લીંબડીમાં ગાંજાનું વાવેતર કરનાર SOGના સકંજામાં: ૧.૮૪ લાખના ગાંજાના છોડ ઝડપાયા

લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના ઉધલ ગામે પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનારા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે ગેરકાયદેસર ૧૪૦ નંગ લીલાગાંજાના છોડ – ૧૮ કિલો ૪૦૦ ગ્રામ સહિત રૂ.૧,૮૪,૦૦૦/- કિંમતના મુદામાલ જપ્ત કર્યો હતો.
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉધલ ગામે એસઓજી પોલીસ દ્વારા દરોડો પાડીને ૧૪૦ જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂ.૧,૮૪,૦૦૦/- કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રેની એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. શીંગરખીયાને બાતમી મળી હતી કે લાભુભાઇ નારૂભાઇ છલુરા (ઉ.વ.૫૪, ધંધો: ખેતી, રહે. ઉઘલ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર) ઉઘલ ગામની સીમમાં પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના નંગ-૧૪૦ છોડનું વાવેતર કર્યું છે. આ છોડનું વજન ૧૮ કિલો ૪૦૦ ગ્રામ અને તેની કિંમત .રૂ.૧,૮૪,૦૦૦/- થાય છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આરોપી આરોપી લાભુભાઇ નારૂભાઇ છલુરાની અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો…મોરબીના વાંકાનેરમાં વાડીમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ખેડૂતની ધરપકડ