Surendranagar થાનગઢમાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ પરેશાન
થાનગઢ: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે.સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના થાનગઢમાં આવેલ પે સેન્ટર શાળા નંબર 1માં બાલવાટિકા થી શરૂ કરીને ધોરણ 1 થી 5 ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે. એમાં પણ એક આચાર્ય છે. આમાં એક જ શિક્ષક આટલાં બધાં બાળકો પર ધ્યાન કેવી રીતે આપી શકે તે પ્રશ્ન ઉભો થયો છે.
આ પણ વાંચો: યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાન્સેલર દ્વારા અટકાવાઇ
શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓએ તેમજ શાળાના આચાર્યએ માંગ કરી
એક તરફ સરકાર ગ્રામ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ કરે છે. પણ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી શિક્ષક સહિત ની સુવિધા ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી. જો શાળામાં પૂરતાં શિક્ષક જ ના હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે. જેથી વહેલી તકે આ શાળામાં બાળકોને પૂરતાં શિક્ષકોથી જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ન આવે એવી વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓએ તેમજ શાળાના આચાર્યએ માંગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે શિક્ષકોની ફેરબદલીના નિયમો જાહેર કર્યા, જાણો…
11 સ્કુલનું વહીવટી કાર્ય આચાર્યના માથે
કોગ્રેસના શહેર પ્રમુખ મંગળભાઈ ભગતે માહિતી આપી કે થાનગઢમાં તમામ સ્કુલમા આવી દશા છે. ધોરણ 1થી 5 અને બાલવાટીકા વચ્ચે માત્ર એકજ શિક્ષક છે. આ શાળામા બાલવાટિકામાં 24 અને ધોરણ 1માં 35 તેમજ ધોરણ 2મા 6 અને ધોરણ 3માં 34 તેમજ ધોરણ 4માં 34 અને ધોરણ 5માં 24 બાળકો સહિત ટોટલ 157 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ પે સેન્ટર શાળા હોવાથી નીચેની 11 સ્કુલનું વહીવટી કાર્ય આચાર્યને કરવાનું હોય છે. આથી વધુ કામગીરીના કારણે આચાર્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકતા નથી. જેના લીધે આખરે વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે છે.