Surendranagar કોર્પોરેશનના કમિશનર તરીકે નવનાથ ગવહાણની નિમણૂક…
અમદાવાદ : ગુજરાત સરકારે હાલમાં જ જાહેર કરેલી નવી સુરેન્દ્રનગર(Surendranagar)કોર્પોરેશનના નવા કમિશનર તરીકે રાજકોટના ડીડીઓ નવનાથ ગવહાણેને નિમણૂક આપી છે. જે હવે મહાનગર પાલિકાનું સુકાન સંભાળશે. આ પૂર્વે જી.એચ. સોલંકીની બદલી કરાઇ તે બાબતે અનેક અટકળો વહેતી થઇ હતી.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસ કમિશ્નરે 3 PSI,19 કોન્સ્ટેબલની કરી બદલી, પોલીસબેડામાં ખળભળાટ
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો
આ પૂર્વે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની જાહેરાત કરાઈ ત્યારે કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓની નિમણૂક કરાઈ હતી. પરંતુ નવા કમિશનર મહાનગર પાલિકામાં હાજર થાય અને ચાર્જ સંભાળે તે પહેલાં જ તેમની બદલી કરીને નડિયાદ કમિશનર તરીકે મૂકાયા હતા. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા બાદ કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
આ પણ વાંચો : ખાખી માટે દોડ! આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ…
પરંતુ ભાવનગરમાં મુખ્ય મંત્રીનો કાર્યક્રમ હોઇ અને જી.એચ. સોલંકી પાસે કલેક્ટરનો ચાર્જ હોવાથી બે દિવસ બાદ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનો ચાર્જ સંભાળશે તેવી વાતો હતી. ત્યારે સરકારે જી.એચ. સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે કરી છે.