સુરેન્દ્રનગરમાં છાશ પીધા બાદ 70થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો શિકાર! તંત્ર દોડતું થયું!

સુરેન્દ્રનગર: જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટામાં 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું, વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડતા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટામાં 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું, વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડતા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકસાથે 70 જેટલા લોકોને થયેલી ફૂડ પોઈઝનીંગની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
જે લોકોને ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા છે તેમ નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે અને હાલ તેઓને વઢવાણ અને લીંબડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે ગોમટા પહોંચી છે. શંકાસ્પદ છાશના નમૂના લઈને તપાસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આપણ વાંચો: પરિણીત PSIએ યુવતીને બદનામ કરી! અંગત વીડિયો મોકલી સગાઈ તોડાવી, અને નોંધાઈ ફરિયાદ



