લીંબડીમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે, આ તારીખ પહેલા કરો અરજી | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

લીંબડીમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે, આ તારીખ પહેલા કરો અરજી

સુરેન્દ્રનગરઃ જિલ્લાનાં લીંબડી તાલુકાના દોલતપર કેન્દ્ર નંબર ૪૯,દોલતપર પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે. લીંબડી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-લીંબડી ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે.

આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે તા.૦૪/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે. આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. અરજી ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ,અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ,જાતિનો દાખલો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ આધારકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા, તેમજ અરજી ફોર્મ સાથે પણ તે તમામ દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

કેટલી છે વય મર્યાદા

ઉમેદવારની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. જે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર હોય ત્યાં ધોરણ-૦૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવી છે.

ક્યારે યોજાશે ઈન્ટરવ્યૂ

ઈન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અધૂરી વિગતો રજુ કરેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button