અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિદેશી દારૂનો ટેલર ઝડપાયો, 4500થી વધુ બોટલો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત…

સુરેન્દ્રનગર: જિલ્લાના કટારીયા ગામના પાટીયા નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
એલસીબી પોલીસની ટીમે પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામના પાટીયા નજીક ટોલ પ્લાઝા પાસેથી રૂ.૭૪,૮૨,૭૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૮૯,૯૭,૨૨૦/-નો મુદામાલ પણ જપ્ત કર્યો હતો.
પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ કટારીયા ગામના પાટીયા નજીક ટોલ પ્લાઝ પાસેથી એક ટ્રક ટેલરમાંથી ૪૫૩૬ નંગ ઇંગ્લીશ દારૂ બોટલ તથા બીયર ટીન ૯૩૩૬ નંગ કુલ કી.રૂ.૭૪,૮૨,૭૨૦/- નો મુદામાલ તેમજ ટ્રક તથા મોબાઇલ ફોન, રોકડ રૂપીયા સહિત કુલ કી.રૂ.૮૯,૯૭,૨૨૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં પાણસીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પકડાયેલ આરોપી:-
ડ્રાઈવર ટીકુરામ લાધુરામ જાણી જાટ (રહે.નવાતલા રાથોરન તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન)ને પકડી લેવાયો હતો. તેમજ રમેશ )રહે.સીંધારી જી.બાડમેર રાજસ્થાન), ટ્રક ટેલરના માલિક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં પોલીસકર્મીએ કારથી રિક્ષાને ઉડાવી, અકસ્માત બાદ દારૂની બોટલ પણ મળી, જુઓ VIDEO