ચોટીલા ડુંગર પર ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઇડ શરૂ થશે, જાણો કેટલા કરોડને થશે ખર્ચ

સુરેન્દ્રનગરઃ ચોટીલા ચામુંડા માતાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. ચૈત્રી નવરાત્રી સુધીમાં અહીં ગુજરાતની પ્રથમ ફ્યુનિક્યુલકર રાઇડ (નાની ટ્રેન) શરૂ જશે. જેના કારણે ભક્તોએ 635 પગથિયાં નહીં ચડવા પડે. હાલ આ પ્રોજેક્ટનું આશરે 35 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેટલા કરોડનો થશે ખર્ચ
ચોટીલામાં શરૂ થનારી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ માટે 20 કરોડનો ખર્ચ થશે. ડુંગર પર સિંગલ કોચવાળી ટ્રેન દોડતી જોવા મળશે. કુલ 12 કોચ બનાવવામાં આવશે. એક કોચમાં છ શ્રદ્ધાળુઓ બેસી શકશે. આ માટે 30 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે.
ક્યારથી શરૂ થશે આ સુવિધા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચૈત્ર નવરાત્રી સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. તેનાથી અનેક લોકોને ફાયદો થશે. તેના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજાવિધિની તમામ સામગ્રી આ કોચમાં લઇ જવાશે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી, દિવાળી, પૂનમના પર્વ પર અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.
આપણ વાંચો: ધારીના દાનબાપુની જગ્યાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો