સુરેન્દ્રનગર

Surendranagar ના રળોલ ગામે આગ ફાટી નીકળી, ચાર લોકોના મોત…

અમદાવાદઃ સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના લીંબડીના રળોલ ગામે એક મકાન પાસે પીકઅપ વાનમાંથી ડિઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુરેન્દ્રનગરની ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

Also read : ભારતમાં વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાતમાં, જાણો ગુજરાતમાં કેટલા છે વેટલેન્ડ્સ

આ આગ ત્રણ મકાનોમાં પ્રસરી ગઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રળોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનમાંથી ડિઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગી હતી. આ આગ ત્રણ મકાનોમાં પ્રસરી ગઈ હતી. તે ઉપરાંત મકાન પાસે પાર્ક કરેલી કાર બળીને ખાક થઈ ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા.

સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ

ફાયરની ટીમે આગ પર કાબુ કરવા દરમિયાન રહેણાંક મકાનમાં શોધખોળ હાથ ધરતાં એક બાળક સહિત 4 મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આગના બનાવમાં એક વ્યક્તિ દાઝી જતાં ગંભીર હોવાનું જાણવા મળ્યું હતુ. આગની ઘટનામાં એક સાથે 4 વ્યક્તિઓના મોત થતાં રળોલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.

Also read : અમદાવાદનું માણેકચોક ખાણી પીણી બજાર એક મહિનો રહેશે બંધ, જાણો શું છે કારણ

આ આગની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તે ઉપરાંત ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button