સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.35 કરોડના દારૂ આઠ બૂટલેગર પકડાયાઃ પાંચ પોલીસ સસ્પેન્ડ!

થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે વહેલી સવારે દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું. એસએમસીએ 1.35 કરોડની કિંમતના દારૂના જથ્થા સાથે આઠ જેટલા બુટલેગરને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઊભા થતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
1.35 કરોડની કિમંતનો દારૂ ઝડપ્યો
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વહેલી સવારે દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું. એસએમસીએ 1.35 કરોડની કિમંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત SMCએ દારૂનું કટિંગ કરતા 8 બુટલેગરને પણ ઝડપ્યા હતા. આ દરોડો ચોટિલા એસએમસી દ્વારા પાડવામાં આવ્યો હતો.
પાંચ પોલીસ કર્મચારીઓ સામે એક્શન
જો કે શહેરમાં આટલો દારુનો જથ્થો મળી આવ્યો હોવા છતા થાનગઢ પોલીસ એકદમ અજાણ હોવાનું વર્તન કર્યું હતું. આથી જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચોટીલાના પાંચ પોલીસ કર્મચારીઓ સામે એક્શન લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ અગાઉ ચોટીલામાંથી દારૂ ઝડપાયો હતો ત્યારે પીઆઈ સહિત 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.