રિમાન્ડ પૂરી થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદઃ ખૂબ જ ચકચારી એવા સુરેન્દ્રનગરના કૌંભાડ કેસના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ કરાયેલા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની રિમાન્ડ સાતમી જાન્યુઆરીએ પૂરી થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રૂ. 1500 કરોડના આ કથિત કૌભાંડમાં ઈડીએ પટેલની ધરપકડ કરી હતી.
આ કૌભાંડના એક પછી એક પત્તા ખુલ્લી પડવા લાગ્યા હતા અને રેલો સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો હતો. 2જી જાન્યુઆરીએ ઈડીની ટીમ પટેલના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને ગઈ હતી અને તેની પૂછપરછ કર્યા બાદગ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઈડીએ તેમને વિશેષ કોર્ટમાં રજૂ કર્યો હતો અને દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ તેમને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા, જે પૂરા થતાં તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં થઈ કાર્યવાહી…
બીજી બાજુ પટેલની તરફેણમાં પાટીદાર સમાજે એક રેલી કાઢી હતી અને તેમાં પટેલને નિશાન બનાવવામાં આવ્યા છે, તેમ જ તેમની સામે ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.



