સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર માલગાડીના 2 વેગન પાટા પરથી નીચે ઉતરી ગયા

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર બુધવારે રેલવે પ્લેટફોર્મ પર માલગાડીના બે વેગન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા. જેથી રેલવે ટ્રેક પરથી જતી-આવતી ટ્રેનો અને અન્ય ગુડ્ઝ ટ્રેનોને અસર થઈ હતી. બે વેગન પાટા પરથી ઉતરી જતા રેલવે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. કલાકો સુધી માલવાહક ટ્રેનો થોભાવી દેવામાં આવી હતી.

આપણ વાંચો:  સાંજ સુધીમાં ત્રણેય ગુજરાતીના મૃતદેહ પરિવારજનોને સોંપાશે, હર્ષ સંઘવીએ કહી આ વાત

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન જંકશન હોવાથી સૌરાષ્ટ્ર જતી આવતી ટ્રેનો અહીંથી પસાર થાય છે. બુધવારે આ સ્ટેશન પર માલગાડીના બે વેગન અચાનક રેલવે ટ્રેક પરથી ખડી પડયા હતા. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનમાં માલગાડી એન્ટ્રી લઈ રહી હતી તે દરમિયા જ આ ઘટના સર્જાઈ હતી. જેથી આ રેલવે ટ્રેક પરથી જતી અને આવતી તમામ ટ્રેનોને અસર થઈ હતી. આ બનાવને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. એક-બે ટ્રેનોને સ્ટેશન પર રોકવાથી પ્રવાસીઓ પણ પૂછપરછ કરતા થઈ ગયા હતા. ટ્રેનની સ્પીડ કંટ્રોલમાં હોવાથી મોટી જાનહાનિ અને ગંભીર અકસ્માત થતા અટક્યો હતો. જેના લીધે ટેક્નિકલ વિભાગની ટીમોએ પાટા પરથી નીચે ઉતરી ગયેલા વેગનો ફરી ટ્રેક પર ચઢાવી રેલવે વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button