
રાજકોટઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘરાજા મહેરબાન થયા છે, જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો જૂનાગઢના ભેંસાણમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજકોટના જામકંડોરણામાં સાડા ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, અમરેલીના કુંકાવાવ વાડિયામાં ચાર ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 2.32 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ, ગીર સોમનાથના ઊના, કોડીનારમાં બે બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના લગભગ 70 કરતા વધારે તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ વરસ્યો છે અને 200 જેટલા વિસ્તારોમાં વરસાદે હાજરી નોંધાવી છે.
સૌરાષ્ટ્રમાં પહેલા રાઉન્ડમાં થોડો વરસાદ વરસ્યા બાદ બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી હતી. એક સારા વરસાદની ખેડૂતોને તાતી જરૂર હોય, વરસાદી માહોલ જામતા ખેડૂતો સહિત સૌ કોઈને થોડી રાહત થઈ છે.
આ પણ વાંચો…રાજકોટનું હિરાસર એરપોર્ટ ફરી વિવાદમાં: સામાન્ય વરસાદમાં પણ છતમાંથી ધોધમાર પાણી પડ્યું, જુઓ વીડિયો