રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો

અમદાવાદ: ગુજરાતમાં ચૈત્ર મહિનાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪૩ ડીગ્રી સે. તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કચ્છમાં ભુજ અને કંડલા એરપોર્ટ પર ૪૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કેશોદમાં ૪૨ ડીગ્રી, ભાવનગરમાં 40 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં મોટાભાગનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું.અને મોટાભાગના સ્થળોએ ૩૩થી ૩૮ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. આકરી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું, હજુ બે દિવસ હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા છે. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં બેથી ત્રણ ડીગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગમી દિવસોમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીથી ૪૪ ડીગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.