સૌરાષ્ટ્ર

Saurashtra ના 2267 ગુંડાઓના 378 વીજ કનેક્શન કપાયા, 19ના બાંધકામ પર બુલડોઝર ફર્યું

અમદાવાદઃ સૌરાષ્ટ્ર(Saurashtra)રેન્જ હેઠળ આવતા રાજકોટ ગ્રામ્ય (શહેર સિવાય), દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર એ પાંચ જિલ્લાઓમાં પોલીસે ચાર દિવસમાં 2267 અસામાજિક તત્વો-ગુંડાઓની યાદી તૈયાર કરી હતી. જેમાં 553 શખ્સોના રહેણાંક મકાનો ઉપર વીજ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાતા તેમાં 378 વીજ જોડાણોમાં ગેરરીતિ મળતા તે કાપી નાખવામાં આવ્યા છે અને આ ઉપરાંત 277 ગુંડાઓના બાંધકામોની ચકાસણી કરતા ગેરકાયદે જણાયેલા 19ના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત 5 ગુંડા તત્વો સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિર નજીક દબાણો પર બુલડોઝર ફર્યું: 34,644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો કરાશે દૂર

કુલ 2267 ગુંડાઓની યાદી બનાવાઈ હતી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિંસક હુમલાઓ કરતા તત્વો માત્ર ફોજદારી નહીં પણ અન્ય કાયદાઓનો ભંગ પણ વર્ષોથી કરતા રહ્યા છે પરંતુ, પોલીસે હવે આ કામગીરી શરૂ કરી છે. કુલ 2267 ગુંડાઓની યાદી બનાવાઈ હતી તેમાં સૌથી વધારે 1106 શખ્સો હુમલો કરવાની ટેવવાળા છે, જ્યારે બીજા નંબરે 700 બૂટલેગરો છે. 171 મિલકત સંબંધી ગુના એટલે કે ચોરી વગેરે અને 86 જૂગારીઓ અને 62 ખાણખનીજના તથા 2142 અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે.

ગુંડાઓની સંખ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં 1147 ની

પોલીસે પીજીવીસીએલ સાથે જે વીજ જોડાણો કાપ્યા તેમાં કૂલ રૂપિયા 2.66 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ જામનગર જિલ્લામાં 60 અને રાજકોટ ગ્રામ્યમાં 6 એન.સી.કેસો પણ દાખલ કરાયેલ છે. પોલીસ સૂત્રો અનુસાર સૌથી વધુ ગુંડાઓની સંખ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં 1147 ની છે અને સૌથી ઓછા મોરબી જિલ્લામાં 187 છે. આ શખ્સો જો કે કોઈ નવા ઉભા નથી થયા પણ કામગીરી હવે થઈ છે.

ભાડુત જાહેરનામા ભંગના 20 કેસો કરાયા

જેમાં 64 વિરૂધ્ધ પાસાની દરખાસ્તો અને 83 શખ્સોને હદપાર કરવાની દરખાસ્તો સહિત કૂલ 378 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ગેરકાયદે નાણાકીય વ્યવહાર ચેક કરાયો છે, જામીન રદ કરવા 7 રિપોર્ટ કોર્ટમાં કરાયા છે અને ભાડુત જાહેરનામા ભંગના 20 કેસો કરાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button