
સુરત: ફરી એક વખત ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠયા છે. તાજેતરમાં રાજકોટમાં જ એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, કે જેમાં મૂળ સુરતની અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતી એક તરૂણ વયની વિદ્યાર્થિની પર ચાલતી બસમાં એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.
હોસ્ટેલમાં અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ સુરતની અને રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તરૂણી તેના ઘરે સુરત જઈ રહી હતી. આ માટે તેણે સ્લીપર કોચ બસમાં ટિકિટ બુક કરાવી હતી અને આ દરમિયાન મૂળ ગીર-સોમનાથના યુવકે તેનો પીછો કરીને તેની સાથે બસમાં ચઢી ગયો હતો અને બસમાં તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું.
બંને એકબીજાના સંપર્કમાં પણ હોવાની માહિતી
મળતી વિગતો અનુસાર યુવકની ઓળખ કરવામાં આવી છે, જેનું નામ વિજય બારડ છે. જેને તરૂણીની હોસ્ટેલમાં જ કામ કરતો હોય અને આથી બંને એક બીજાના સંપર્કમાં પણ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજકોટમાં ફરિયાદ નોંધીને તેને સુરત મોકલવામાં આવી છે. આ કેસની વધુ તપાસ સુરતની મહિધરપુરા પોલીસ હાથ ધરી છે. આરોપીએ તરૂણીને બ્લેકમેલ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
ચાલતી બસમાં દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તરુણી તેના કોઈ કામથી સુરત ગઈ હોય તે દરમિયાન આરોપીએ તેનો પીછો કર્યો હતો અને તે પણ તેની પાછળ પાછળ સુરત ગયો હતો. સુરતથી રાજકોટ પરત ફરતા સમયે આરોપીએ તરૂણીને બ્લેકમેલ કરી હતી. ત્યાર બાદ આરોપીએ તરૂણી પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું.
આપણ વાંચો : રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર