અમદાવાદના રેડિયોલોજિસ્ટે ન્યારી ડેમમાં ઝંપલાવીને ભર્યું અંતિમ પગલું…

રાજકોટ: રાજયમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે અને જેમાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકે રાજકોટમાં ન્યારી ડેમમાં ઝંપલાવી આપતા આપઘાત કરી લીધો હતો. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અન્ય ડૉક્ટર રજા પર હોય આથી યુવક અમદાવાદથી રાજકોટ આવ્યો હતો.
ન્યારી ડેમમાં આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરનાં ન્યારી ડેમમાં એક યુવાનની લાશ મળી આવી હતી અને આથી તેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢીને 108ને આ અંગે જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો પણ દોડી આવ્યો હતો અને યુવકનાં મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે ખસેડ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ, મોરબીથી હરિદ્વાર જતા મુસાફરો માટે ખુશખબર, મળશે આ ટ્રેનનો લાભ…
બે દિવસ પહેલા જ આવ્યો હતો રાજકોટ
મૃતક યુવક અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અન્ય ડોકટરો રજા પર હોય યુવક રાજકોટ આવ્યો હોવાના અહેવાલો છે. જ્યારે તેણે રાજકોટની ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બે દિવસ પહેલા જ અમદાવાદથી રાજકોટ આવેલા યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે કોઇ માહિતી મળી નથી. ત્યારે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.