સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની...

સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની…

રાજકોટ: ગુરુવારે અમદાવાદથી લંડન જવા માટે નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 241 મુસાફરોના મોત થયાં અને આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું. તેઓ તેમના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને પ્લેનમાં બેસી ગયા બાદ તેમણે તેમના પત્ની અંજલીબેન રૂપાણીને કોલ કર્યો હતો અને પોતે ફ્લાઇટમાં બેસી ગયા છે તેમજ કાલે મળું છું તેવી વાતચીત કરી હતી.

આમ તો વિજયભાઈ રૂપાણીનો જન્મ બર્મામાં થયેલો, પણ તેઓ કર્મ અને ધર્મથી નખશિખ કઠિયાવાડી અને ખરા ગુજરાતી રહ્યા. વિજયભાઈએ અંજલી રૂપાણી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. વિજય રૂપાણીની જેમ અંજલીબેનનો પણ રાજકારણ સાથે પહેલેથી સંબંધ રહ્યો હતો અને તેઓ પણ જનસંઘ માટે કામ કરતાં હતા. તેમના પ્રેમકથાની શરૂઆત સિત્તેરના દાયકાથી થઈ અને તે સમયે વિજયભાઈ કાર્યકર ક્રમ સંઘના જૂના પ્રચારક હતા.

આ સમયમાં પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું તેવું પ્રચલન હતું અને આ પ્રથાના કારણે જ તેઓ અંજલીબેન સાથે સંપર્કમાં આવ્યા હતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હતા. વિજયભાઈને પ્રચાર માટે ઘણીવાર અમદાવાદ જવાનું થતું અને આથી તેમને અંજલિબેનને ત્યાં અનેક વખત જવાનું થયું અને અઆઆ રીતે તેમની ઓળખાણ થઈ અને અંતે તે સબંધ પ્રેમમાં પરિણમ્યો હતો.

ભલે બંને વ્યક્તિઓ વચ્ચે આ પ્રેમ સબંધ હતો પરંતુ પરિવારના વિરોધ કે વિદ્રોહથી નહીં પણ પરિવારના વડીલોની સહમતીથી વિધિવત લગ્ન કર્યા હતા. જો કે તેમના આ લવ મેરેજ અંગે વિજયભાઈ બહુ જાહેરમાં વાત કરતાં નહીં પણ અંજલીબેનનું માનવું હતું કે સહમતી હોય તો લવમેરેજને એરેન્જ-લવ મેરેજનું બિરુદ મળતું હોય છે.

આપણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં બેઠા પછી રૂપાણીએ પત્ની અંજલિને ફોન કરીને શું કહ્યું હતું?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button