VIDEO: કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરની સલાહનો રાજકોટ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો

રાજકોટઃ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરે ગઈકાલે એક કાર્યક્રમમાં લોકોને તેમની મૂળભૂત ફરજ સમજીને જાતે ત્રિકમ, પાવડો, તગારું લઈને ખાડો બુરવા માટે સલાહ આપી હતી.
તેમની આ સલાહ બાદ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્રિકમ અને તગારૂ લઈ જાતે ખાડા બૂર્યા હતા અને શિક્ષણ મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો.
આપણ વાંચો: રાજકોટમાં ખાડાને લઈ આમ આદમી પાર્ટીએ થાળી વગાડી, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું
આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, કુબેર ડીંડોરે સમગ્ર ગુજરાતના લોકોને નાગરિક ધર્મ બજાવવા માટેની અનોખી સલાહ આપી હતી. તેમણે લોકોને રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ખાડો પડે તો ત્યાં લોકોએ જાતે ખાડા પૂરી દેવા સરકારનો સંપર્ક કરવો નહીં તેમ જણાવ્યું હતું. જેથી અમે અહીં ખાડા પૂર્યા હતા.
આપણ વાંચો: રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરી CP કચેરી પહોંચ્યા
કાલે સવારે તમે એમ કહો કે, તમે પોલીસનો ડ્રેસ પહેરી લો એટલે અમે પોલીસનો ડ્રેસ પહેરી લેશું. તમે જજ, વકીલ કે ડ્રાઇવર બનવાનું કહેશો તો તે પણ બની જશું અને તમે એમ કહેશો કે હાથમાં સાવરણો લઈને સફાઈ કરી નાખો તો અમારી પાર્ટી હાથમાં ઝાડુ લઇ સફાયો કરી નાખશે.
સૂત્રોએ કહ્યું કે, રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રૈયા સર્કલ પાસે રસ્તા પર પડેલા ખાડા આપના કાર્યકર્તાઓ દ્વારા બુરવામા આવ્યા હતા. શિક્ષણ પ્રધાને આપેલા નિવેદનનો વિરોધ કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.