રાજકોટમાં કાકી-ભત્રીજા અફેરમાં કાકાનો ગોળી મારીને આપઘાત

રાજકોટ: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર નજીક આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીને ગોળી મારી દીધા બાદ પતિએ પણ ગોળી મારી ખાઈને આપઘાત કરી લીધો હોવાન્મ બનાવથી ચકચારી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાના ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું એસીપી પશ્ચિમ રાધિકાબેન ભારાઈએ જણાવ્યુ હતું.
મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર નજીક આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીને ગોળી મારી દીધા બાદ પતિએ પણ ગોળી મારી ખાઈને આપઘાત કરી લીધો હોવાના બનાવથી ચકચારી મચી ગઈ હતી.
આ ઘટનાના બિલ્ડીંગના પટાંગણમાં જ પતિએ તેની પત્નીને ગોળી ધરબી દીધી હતી, જ્યારે બાદમાં પોતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીની હાલત ગંભીર હોવાના કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે એસીપી પશ્ચિમ રાધિકાબેન ભારાઈએ જણાવ્યુ હતું કે, આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદમાં આવેલ નાગેશ્વર વિસ્તરમાં સમેત શિખર કોમ્પ્લેક્ષ પટાંગણમાં એક વ્યક્તિએ ગૃહ કંકાસના કારણે પત્ની સાથે ઝઘડો થયો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીને ગોળી મારી બાદમાં પોતે જાતે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાના ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના ભત્રીજા સાથે તેમની પત્નીને સંબંધ હતો. આ ઘટના અંગે જાણ થયા બાદ દંપતી વચ્ચે ઝઘડો થતો હતો. આ બાબતે પત્ની ઘર છોડીને બીજે તેની બહેનપણીના ઘરે રહેવા માટે જતી રહી હતી અને આથી ઘરે પરત આવી જવા માટે પતિ દ્વારા ખૂબ મનાવવામાં આવી હોવા છતા ન આવતા અંતે પતિએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું.



