રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ, પરિવાર શોકમાં ગરકાવ…

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રનું મૃત્યુ થયું હતું. સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતા 55 વર્ષીય ભીખાભાઈ હિરપરા અને તેના 19 વર્ષીય પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના બિલિયાળા ગામની સીમમાં વાડીની મોટર ચાલુ કરવા જતા સમયે ભીખા ભાઈ હિરપરા અને તેના પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગવાની ઘટનામાં પિતા-પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પુત્ર ક્રિશ હિરપરા બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે રક્ષાબંધનના પર્વ પૂર્વે જ બે બહેનોના એકના એક ભાઈ અને પિતાના મૃત્યુથી પરિવારમાં શોકમગ્ન થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પિતા-પુત્રના મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો…ખેડામાં કૂવાની મોટરમાંથી વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત, પથંકમાં અરેરાટી વ્યાપી