રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ

રાજકોટઃ રાજકોટમાં શહેરના ઈન્દિરા સર્કલ ખાતે ઇલેક્ટ્રિક બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયાં હતાં. આવા બનાવો ભવિષ્યમાં ફરી ના બને તે માટે તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરી બસ સર્વિસ અંતર્ગત ઇલેક્ટ્રિક બસ તથા ડ્રાઈવર્સના ફિટનેસ સર્ટિફિકેટ રજુ કરવા અંગે વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી.ને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ બસના ફિટનેસ સર્ટિફિકેટ અને જ્રાઈવરોને ફીઝીકલ ફિટનેસ સર્ટિફિકેટ માત્ર 3 દિવસમાં જમા કરવાના છે.
અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર થયાં હતાં મોત
નોટિસ પ્રમાણે વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી. દ્વારા સિટી બસ ઓપરેશન અંતર્ગત સપ્લાય કરવામાં આવતી ઇલેક્ટ્રિક બસ દ્વારા ગત તારીખ 16મી એપ્રિલના રોજ રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ ચાર નાગરિકોના અવસાન થયા હતા. સાથે સાથે અન્ય ચાર નાગરિકો ગંભીરપ્રકારે ઈજાગ્રસ્ત પણ થઈ હતી. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે તંત્ર દ્વારા અકસ્માતને ધ્યાને રાખીને કાર્યવાહીના પગલા ભરવામાં આવ્યાં છે.
3 દિવસમાં તમામ સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહેવા માટે નોટિસ
આ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને અને રાજકોટ શહેરના નાગરિકોની જાન-માલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલાના ભાગરૂપે હાલમાં કાર્યરત તમામ ઈલેક્ટ્રિક બસના ફિટનેસ સર્ટિફિકેટ તથા તમોના હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફીઝીકલ ફિટનેસ સર્ટિફિકેટ 3 દિવસમાં અત્રેને બીનચૂક રજુ કરવા અંગે નોટિસ આપવામાં આવવામાં આવી હતી.
આપણ વાંચો: કોણ કહે છે દહેજની સમસ્યા નથી?: પુધવધૂને ફીનાઈલ પિવડાવી દેવાનો કિસ્સો નોંધાયો
તમામ ડ્રાઈવરોની આરોગ્ય લક્ષી ચકાસણી કરવી આવશ્યક
નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના તમામ ડ્રાઈવરોની દર ત્રણ માસે આરોગ્ય લક્ષી ચકાસણી કરવી પણ આવશ્યક રહેશે. એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા જે વાહનો ભાડે આપવામાં આવ્યાં હોય અને આઉટસોર્સિંગથી સેવામાં રહેલા ડ્રાઈવરોની પણ આરોગ્ય લક્ષી માહિતી શાખાઅધિકારીને આપવાની રહેશે. આ તમામ લોકોની એક મહિનામાં મહિનામાં આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવશે. આ સાથે સાથે મહાનગરપાલિકાના કોઈ પણ વાહન દ્વારા કોઈ અકસ્માત થાય છે તો તેની તપાસ કરવામાં માટે એક ખાસ પ્રકારની કમીટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.