રાજકોટમાં શિક્ષિકાને સસ્તામાં ડ્રેસ લેવાની લાલચ મોંઘી પડી, જાણો વિગત
પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી પણ આપી

રાજકોટઃ શહેરમાં રહેતી એક શિક્ષિકાને સસ્તામાં ડ્રેસ લેવાની ઓનલાઈન લાલચ મોંઘી પડી હતી. શિક્ષકા સાથે રૂ. 27 હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી. વધુ પૈસાની માંગણી કરતા શિક્ષિકાએ ના પાડી હતી. જેથી ઠગબાજોએ શિક્ષિકાને તમારે ફરિયાદ કરવી હોય તો કરો, પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી પણ આપી હતી.
મળતી વિગત પ્રમાણે, શિક્ષિકાના ઈન્સ્ટાગ્રામ પર મહાલક્ષ્મી ફેસન નામની એપ્લિકેશન પર સસ્તા ભાવે ડ્રેસ વેચવાની એક જાહેરાત આવી હતી. જેમાં 4259ની કિંમતનો ડ્રેસ 2000માં મળશે તેમ જણાવ્યું હતું. જેથી તેમા આપેલા વોટ્સએપ નંબર પર ડ્રેસ ખરીદ કરી પોતાનું એડ્રેસ મોકલ્યું હતું.
આપણ વાંચો: વિદેશમાં નોકરીને બહાને 22 લાખની છેતરપિંડી: એજન્ટ સામે ગુનો
દરમિયાન સામેથી ઓર્ડર કન્ફોર્મ કરવામાં આવ્યો હતો અને સામેથી મેસેજ આવ્યો હતો અને તેમાં કોડ ઉપર રૂ. 2000 ફોન-પે મારફતે ટ્રાન્સફર કરવાનું કહેતા પૈસા મોકલ્યા હતા.
ઓર્ડરના ત્રણ દિવસ પછી ડ્રેસ અંગે મેસેજ કરતા તેને ઓરીજનલ કિમત 4250 રૂપિયા ભરવાનું અને ત્યાર બાદ તમારો ડ્રેસ મળી જશે તેમ કહ્યું હતું જેથી ફરીથી પેમેન્ટ કર્યુ હતું અને તેની સાથે વાત કરી હતી.
આપણ વાંચો: આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો
જેથી સામાવાળાએ અમારા મેનેજર મનીષ ગુપ્તા સાથે વાત કરવાનું કહ્યું હતું જે બાદ મેનેજર સાથે વાત કરતા તેણે વધારે નાણા મોકલવાની વાત કરી હતી અને તમારે પોલીસ ફરિયાદ કરવી હોય તો કરો પોલીસ કંઈ નહીં કરી શકે તેમ કહી ધમકી આપી હતી.
શિક્ષિકાને આખરે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વોટ્સએપ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.