રાજકોટમાં 410 કરોડના લક્ષ્યાંક સામે વેરા વસૂલાતનો આંકડો 374 કરોડને આંબ્યો

રાજકોટ: નાણાંકિય વર્ષ 2024-25 પૂર્ણ થવામાં હવે માત્ર એક મહિનો બાકી છે. જેથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વેરા વસૂલાતના 410 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોજ બાકી વેરો નહીં ભરનાર મિલકતોને સીલ કરીને 40 લાખ સુધીની વસૂલાત કરાઈ રહી છે. મહાનગર પાલિકા દ્વારા આ વસૂલાતમાં અત્યાર સુધીમાં 374નો આંકડો પાર કરી લેવાયો છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચાલી રહેલી વેરા વસૂલાત ઝુંબેશમાં જુના રાજકોટના વોર્ડ નં. 7માં બંગડી બજારમાં આવેલી અર્ધો ડઝન દુકાન સીલ કરવામાં આવી હતી. મવડી ફાયર સ્ટેશનના બિલ્ડિંગમાં રહેલી બે ઓફિસ સીલ કરી દેવામાં આવી હતી. આ સહિત 10 મિલકતો સીલ કરી એક દિવસમાં વધુ 37 લાખ વસૂલાયા હતા.
આ પણ વાંચો…પાટડીમાં ખેડૂતોને હાશકારો! ત્રણ મહિનામાં પ્રશ્નને ઉકેલવા મુખ્ય પ્રધાનની ખાતરી
નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માત્ર એક જ મહિનો બાકી છે. જેની સામે 410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હજુ 35 કરોડ ઘટે છે. આ સામે દરરોજ માત્ર 30થી 40 લાખ રૂપિયાની જ વસૂલાત થાય છે. જેને લઈને 15થી 20 કરોડ માટે ટાર્ગેટ ચૂકી જવાય તેવી શક્યતા જણાઈ રહી છે.