સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રાજકોટમાં રિહર્સલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સાતમી ડિસેમ્બરે શૉ થવાનો છે ત્યારે મંગળવારે અહીં રિહર્સલ કરવામાં આવ્યું હતું. સૂર્ટકિરણના છ વિમાન દ્વારા અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબો કર્યા હતા, જેથી મેઈન શૉનો ઉત્સાહ ઔર વધી ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ શૉના રિહર્સલમાં છ હૉક વિમાને એકસાથે ઉડાન ભરી હતી અને અલગ અલગ આકૃતિઓ બનાવવાની પ્રેક્ટિસ કરી હતી. આકાશમાં કરતબ બતાવવાના છે ત્યારે વાતાવરણનો અંદાજ મેળવવો જરૂરી હોય છે. રિહર્સલ દરમિયાન જ અટલ સરોવર ધમધમી ઉઠ્યું હતું.
મુખ્ય કાર્યક્રમ સાતમી ડિસેમ્બરે રવિવારના દિવસે યોજાવાનો છે. સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે 10 મિનિટ માટે ભારતીય વાયુસેનાના કરતબો લોકો નિહાળી શકશે. આ પહેલા ચ ડિસેમ્બરના રોજ એક ફાયનલ રિહર્સલ યોજવામાં આવશે.



