રાજકોટ

રાજકોટમાં બારમા ધોરણનો વિદ્યાર્થીનું વોલીબોલ રમતા રમતા મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

રાજકોટઃ રાજકોટમાં રહેતા વાછાણી પરિવાર પર વજ્રઘાત પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવારનો એકનો એક દીકરો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતા રમતા ઢલી પડ્યો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

12 સાયન્સમાં ભણતો આદિત્ય શનિવારે સાંજે ટીમ સાથે લોવીબોલ રમતો હતો. અચાનક તે ઢળી પડ્તા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આદિત્યને માત્ર 18 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

આદિત્ય માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને 12માં સાયન્સમાં અભ્યાસ કરવાની સાથે સ્પોર્ટ્સમા્ં ભારે રૂચિ ધરાવતો હતો. પરિવાર માટે આ ઘા સહ્ય નથી ત્યારે ફરી નાની ઉંમરે આવતા હૃદયરોગના હુમલાઓનો વિષય ચર્ચામાં આવ્યો છે.

આવો જ કિસ્સો ભરૂચમાં બન્યો હતો જ્યાં સોડા લેવા આવેલો એક ટ્રક ડાઈવર દુકાનમાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. થોડા દિવસો પહેલા જીલ નામની અમદાવાદની યુવતી સુરતમાં કૉલેજમાં સ્પીચ આપ્યા બાદ સ્ટેજ પર જ ઢલી પડી હતી અને તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button