અગ્નિકાંડ બાદ પ્રથમ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા તંત્રનું વિશેષ આયોજન

રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. લોકમેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તે બાદ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના મુદ્દાને લઈને વિશેષ ધ્યાને લઈ રહ્યા છે.
આ વર્ષે રાજકોટ લોકમેળાને લઇને જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા કહ્યું કે લોકમેળામાં ઇમર્જન્સી એક્ઝીટ રૂટ નો બેલ્ટ બનશ અને સાથે જ બે વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે. આ સાથે જ ભીડનું પણ મોનિટરિંગ કરવામાં આવશે જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે. જેથી કોઇ દુર્ઘટના ન સર્જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. આ વખતે ભીડ નિયંત્રણમાં રહે અને લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે ૨૦ ટકા જેટલા સ્ટોલ ઓછા કરવામાં આવ્યા છે અને રાઇડ્સ ના ભાવ પણ વધારવામાં આવ્યા નથી.
રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે અને સાથે જ દુર્ઘટના બાદનો આ પ્રથમ લોકમેળો હોવાથી જિલ્લા તંત્ર દ્વાર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં ડ્રોન દ્વારા લોકોના ધસારા ઉપર રખાશે ધ્યાન રાખવામાં આવશે. ફાયરને લઈને તમામ વ્યવસ્થા ઉભી આવશે કરવામાં આવશે. મીડિયાના એક પ્રશ્ન સંદર્ભે કલેકટર એ જણાવ્યું હતું કે સ્ટોલ ધારકો સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લાવીશું.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે, સાતમ આઠમ દરમિયાન અહી મીની વેકેશન જેવો માહોલ હોય છે. રાજકોટમાં ભરાતો જન્માષ્ટમીનો મેળો માત્ર સૌરાષ્ટ્રનો જ નહિ પરંતુ ગુજરાતભરમાંથી આવતા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. અહી જુદી જુદી રાઈડ, સ્ટંટ અને ખાણી પીણીને લઈને ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે.