'સલૂનવાળો સ્પર્શ કરે તે મને પસંદ નથી' કહી પ્રેમીએ પરિણીતાને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી | મુંબઈ સમાચાર
રાજકોટ

‘સલૂનવાળો સ્પર્શ કરે તે મને પસંદ નથી’ કહી પ્રેમીએ પરિણીતાને જાહેરમાં ફડાકા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ: લગ્નના સંબંધો ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને આ સંબંધ વફાદારીની ભાવનાના પાયા પર ચણાયેલા હોય છે પરંતુ આજકાલ અનૈતિક સંબંધોનું દૂષણ અનેક સામાજિક સમસ્યાઓઓ પેદા કરે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી પ્રકાશમાં આવ્યોહતો, જેમાં લગ્નના 11 વર્ષ બાદ અન્ય યુવકના પ્રેમમાં પડેલી પ્રેમિકાને તેના જ પ્રેમીએ ફડાકા ઝીંકી દીધા હતા, આ ફડાકા ઝીંકી દેવાનું કારણ જાણીને તમે પણ ચોંકી ઊઠશો.

મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી પોલીસ સ્ટેશન)માં નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેમના લગ્ન 11 વર્ષ પૂર્વે થયા હતા અને હાલ તે શાપર રહે છે. સંતાનમાં તેમને બે પુત્રીઓ છે. ફરિયાદી મહિલા ત્રણેક માસ પૂર્વે શહેરના હુડકો ચોકડી નજીક રહેતા તેના શંભુદાન ગઢવી સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે બંધાયેલી મિત્રતા શારીરિક સંબંધો સુધી પહોંચી હતી.

આ બનાવ 20મીના રોજ બન્યો કે જ્યારે પરિણીતા તેમની બંને પુત્રીઓને લઈને 150 ફૂટ રિંગ રોડ પરના કેકેવી હોલ નજીક આવેલા સલૂને આવી હતી અને અહી આવૈ તેણે તેના પ્રેમીને કોલ કરી મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે પરિણીતાના પ્રેમીએ કહ્યું કે તને સલૂનવાળા સ્પર્શ કરે છે તે મને પસંદ નથી અને આ વાતથી રોષે ભરાયેલા પ્રેમીએ પરિણીતાને થપ્પડ ઝીંકી દીધી હતી.

બાદમાં મહિલાએ તેના પ્રેમી સાથેના સંબંધ પૂરા કરવા માટે કહ્યું હતું તો તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પરિણીતાની સાથે ઝઘડો કર્યો હતો. બીજા દિવસે પ્રેમીએ પરિણીતાને તેનો પરિવાર છોડી દઈને તેની સાથે રહેવા આવવા માટે દબાણ કર્યું હતું. જો તે આમ નહિ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણીતાએ આ બધી વાતની જાણ તેના પતિને કરી હતી અને અંતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી શંભુદાન ગઢવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૩), ૩૫૨ અને ૧૧૫(૨) હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.

આ પણ વાંચો…રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button