ઘેડ પંથકને પૂર મુક્ત કરવા 1500 કરોડનો પ્લાન: મનસુખ માંડવિયા…

રાજકોટ: કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમની મિડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘેડ પંથક માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડાયો છે, જે ખૂબ સારી બાબત છે.
Also read : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ Dholavira વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી…
1500 કરોડનો પ્લાન
તેમણે કહ્યું હતું કે, “જૂનાગઢ અને પોરબંદર ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન પાણી ઘૂસી જવા પ્રશ્ને નક્કર આયોજન કરાયું છે. ઘેડ પંથકમાં 10થી 15 કિલોમીટર સુધી નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં હવે નદીઓ ઉંડી ઉતારી અને પાણી ન ભરાય તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
Also read : Project Lion: ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડનો પ્રોજેક્ટ લાયન કાર્યરત…
4 કરોડ જોબ માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
તેમણે જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં 4 કરોડ જોબ માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ દેશની 500 જેટલી પ્રીમિયમ કંપનીમાં 1 વર્ષ સુધી ઇન્ટરનશીપ આપવામાં આવશે. જેના કારણે દેશભરની બીજી કંપનીઓને લાભ થશે. આ ઉપરાંત રૂ. 12 લાખ સુધી આવકવેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે લોકો પાસે રૂ. 1 લાખ સુધીની બચત થશે. જેનો તેઓ ખર્ચ કે રોકાણ કરશે તેનાથી અર્થતંત્રને વેગ મળશે.