રાજકોટ

રાજકોટ મનપા સફાળી જાગી, 555 પાણીના સેમ્પલ લીધા

અમદાવાદઃ દૂષિત પાણીને લીધે ગાંધીનગરમાં રોગાચાળો ફાટી નીકળ્યો છે ત્યારે અન્ય તમામ મહાનગરપાલિકાઓએ પણ પોતાની પાણી વિતરણ સિસ્ટમ ચેક કરવાની જરૂર છે. રાજકોટ પાલિકા ગાંધીનગરની ઘટના બાદ સફાળી જાગી છે અને લગભગ 555 જેટલા પાણીના નમૂના એકઠા કર્યા હતા.

શહેરમાં જોકે એકાદ અઠવાડિયાથી શરદી તાવ ઉધરસ સહિતના રોગના દરદીઓથી હૉસ્પિટલો ઊભરાય છે. ખાસ કરીને ઝાડા-ઉલ્ટીના 212 કેસ એક જ અઠવાડિયામાં નોંધાયા છે. કમળા અને ટાઈફોઈડના એક-એક કેસ નોંધાયા છે. તાવ-શરદી ઉધરસના લગભગ 1800 જેટલા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: રાજકોટમાં દૂષિત પાણીનો મામલો ગરમાયોઃ 26 સેમ્પલ ફેઇલ!

પાલિકાએ લગભગ 555 જેટલા પાણીના સેમ્પલ લીધા હતા અને ક્લોરિન ટેસ્ટ કર્યો હતો. જોકે તમામ ટેસ્ટ બાદ પાણી સલામત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ સાથે મચ્છરજન્ય રોગો માટે પણ પાલિકા ફોગિંગ વગેરે કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં વાયબ્રન્ટ રિજિયોનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આથી રાજકોટ નગરપાલિકા સ્વચ્છતાના તમામ પ્રયાસ કરી રહી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button