રાજકોટ
રાજકોટ આરોગ્ય વિભાગને મળ્યો 300 કિલો સડેલી બદામનો જથ્થો

રાજકોટ: આમ તો બારેમાસ બદામ ખવાતી હોય છે, પરંતુ દિવાળીમા ખાસ સૂકોમેવો લોકો ખરીદતા હોય છે, જેમાં બદામ મુખ્યત્વે દરેક ઘરમાં હોય છે. ત્યારે રાજકોટમાં ડ્રાયફ્રૂટ પ્રોસેસ કરતા એક યુનીટમાંથી 300 કિલો સડેલી બદામ આરોગ્ય શાખાની ટીમે જપ્ત કરી છે અને રૂ. 2 લાખની કિંમતની બદામનો નાશ પણ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવે છે અને કોઈપણ ખાદ્યપદાર્થ જો જૂનો કે સડેલો હોય તો તે યુનિટ સામે પગલાં લેવામાં આવે છે. આવા જ એક યુનીટની તપાસ કરતા સમયે મશીન પર જે બદામનું કટિગં થતું હતું તે જ બદામ સડેલી દેખાતી હતી. ત્યારબાદ સ્થળ પર સંગ્રહ કરેલો બદામનો જથ્તો તપાસતા તે ખોરી થઈ ગયેલી અને સડેલી દેખાતી હતી. રૂ. બે લાખની કિંમતની આ બદામનો નાશ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.