દિલ્હીમાં CM પર હુમલો કરનાર રાજકોટનો યુવક નીકળ્યો ‘પશુપ્રેમી’; શ્વાન માટે દિલ્હી ગયો!

રાજકોટ: દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા જયારે સિવિલ લાઇન્સ સ્થિત તેમના નિવાસસ્થાને જન સુનાવણી કરી રહ્યા હતાં, આ દરમિયાન એક શખ્સે તેમના પર હુમલો કર્યો હતો.
જો કે પોલીસે તાત્કાલિક હુમલો કરનાર શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દિલ્હીમાં સીએમ પર હુમલો કરનારા શખ્સની ઓળખ રાજકોટના રહેવાસી રાજેશ ખીમજીભાઈ સાકરિયા હોવાનું સામે આવ્યું હતું.
આપણ વાંચો: દિલ્લીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના યુવકનો હુમલોઃ ટેબલ પર માથું પછાડ્યાના રીપોર્ટ
આ ઘટના બાદ આજી ડેમ પોલીસ ચોકી રાજકોટના કોઠારિયા વિસ્તારના ગોકુલ પાર્કમાં રહેતા રાજેશ સાકરિયાના ઘરે પહોંચી હતી અને શખ્સના પરિવારજનોની પુછપરછ કરી હતી. આ દરમિયાન શખ્સના માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે તે રવિવારે ઉજ્જૈન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.
તેમના માતાએ જણાવ્યું હતું કે રાજેશ પશુપ્રેમી છે અને દિલ્હીમાં શ્વાનના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેમના માતાએ એમ પણ જણાવ્યું હતું કે તેની માનિસક હાલત ઠીક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજેશના માતાએ જણાવ્યું હતું કે, રાજેશ પશુ પ્રેમી હતો. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરીને યુવકે શ્વાન માટે દિલ્લી આવ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવેલું કે રાજેશ દીકરાને શ્વાન ઉપરાંત ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરતો હોવાનું જણાવ્યું હતું.