રાજકોટ

રાજકોટમાં પાણીની તંગી મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડના ઘરે મહિલાઓના ધરણા…

રાજકોટ: રાજકોટ શહેરમાં પાણીના ધાંધીયાથી ત્રસ્ત મહિલાઓએ ધારાસભ્ય ઉદય કાનગડના ઘરે પહોંચીને ધરણા કર્યા હતા. શહેરના વોર્ડ નંબર 6 માં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યા ઉગ્ર બની છે. શક્તિ સોસાયટી સહિતના વિસ્તારોની મહિલાઓએ એકત્રિત થઈને ઉદય કાનગડના ઘરનો ઘેરાવ કર્યો હતો. હાથમાં બેનરો અને “પાણી જોઈતું હોય તો અમારી સાથે જોડાઓ” ના નારા સાથે મહિલાઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તેઓ પાણીના ટીપાં માટે તરસી રહી છે.

મહિલાઓએ ચીમકી આપી

આ મુદ્દે અગાઉ કોર્પોરેટર અને ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રોષે ભરાયેલી મહિલાઓએ માંગ કરી હતી કે ધારાસભ્ય ઉદય કાનગડ જાતે તેમના ઘરે આવીને તેમને મળે અને સમસ્યાનો ઉકેલ લાવે. મહિલાઓએ ચીમકી આપી હતું કે, અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.

આજી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણીનો સપ્લાય

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરને આજી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જળાશયોના સ્તર જાળવી રાખવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી નર્મદાનું પાણી ડેમમાં આવવાથી શહેરવાસીઓને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button