રાજકોટ

રાજકોટમાં ઘરેથી પાણીપુરી ખાવાનું કહીને નીકળેલી મહિલાનો બીજે દિવસે મૃતદે મળ્યો

રાજકોટઃ રાજકોટમાં લગભગ દરરોજ ગંભીર ગુનાઓ નોંધાતા રહે છે. શહેરના બેડી ચોકડી પાસે આવેલા ભગવતીપરા વિસ્તારમાં ફરી એક મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. મૃતક મહિલાનો માથું છુંદાયેલો મૃતદેહ મળ્યો હતો અને તેમના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીંકાયા હતા.

મૃતક મહિલા 33 વર્ષીય સ્નેહા હિતેશભાઈ આસોડિયા હોવાનું જાણવા મળ્યું હતું. ભગવતીપરામાં કોપરગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાએ શનિવારે મોડી સાંજે પતિને ફોન કરી જણાવ્યું હતું કે તે પાણીપુરી ખાવા જઈ રહ્યા છે અને ફેક્ટરીથી પાછા આવતા તેમને સાથે લેતા જાય. જોકે પતિ પરત આવ્યા હતા, પરંતુ પત્ની મળી ન હતી. જ્યારે રવિવારે સવારે તેમનો મૃતદેહ તેમના ઘરથી 200 મીટર દૂર મળી આવ્યો હતો. થોડા સમય બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મળ્યા હતા મૃતદેહ

તેમના પતિએ જણાવ્યું હતું કે મેં તમેને શોધી હતી, પરંતુ તે મળી ન હતી તેથી હું ઘરે પાછો આવ્યો ત્યારે ઘરમાં તેનો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો. પતિએ કહ્યું હતું કે તેમની વચ્ચે સામાન્ય એવા ઝગડા થતા હતા, પરંતુ પત્નીનું આ રીતે મૃત્યુ ખૂબ આઘાતજનક છે. દંપતીને બે વર્ષનો એક દીકરો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button