રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટ પણ આવી સામે

રાજકોટઃ શહેરમાં એક મહિલા કોન્સ્ટેબલ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. બનાવ પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં અને માઉન્ટેન પોલીસલાઈનમાં રહેતી ભૂમિકાબા કનકસિંહ ચૌહાણ નામની 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે પોતાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ ફોન ન ઉપાડતાં તેના માતા-પિતા ઘરે પહોંચ્યા હતા. જ્યાં તે બેભાન અવસ્થામાં મળી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: વસ્ત્રાપુરમાં સચિવાલયના અધિકારીએ જીવન ટૂંકાવ્યું
પોલીસને તેમની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકને આંચકીની બીમારી હોવાથી તેઓ અવાર નવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા. તેનાથી કંટાળી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ભૂમિકાબા એક ભાઈની એકની એક બહેન હતી અને તેમના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું હતું.