ટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટમાં એક દાયકામાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી નોંધાયું, 2014નો રેકોર્ડ તૂટવાની શક્યતા

Rajkot News: ઉત્તર દિશા તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનોને કારણે ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો હતો. રાજકોટમાં એક દાયકામાં પહેલી વખત લધુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. સ્થાનિક હવામાન હવામાન વિભાગમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લે 22-જાન્યુઆરી વર્ષ-2002માં રાજકોટમાં 7.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ ગુરૂવારે 7.3 ડિગ્રી નોંધાયુ હતું.

આ પણ વાંચો: કચ્છમાં ઠંડીએ નાખ્યા ધામા: નલિયામાં 6.4 જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન…

2014માં કેટલું નોંધાયું હતું તાપમાન

હવામાન વિભાગ અનુસાર 2014માં 1 જાન્યુઆરીએ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. વર્ષ 1998માં 18-જાન્યુઆરીએ રાજકોટમાં 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે વર્ષ 1935માં 16 જાન્યુઆરીએ 0.6 ડિગ્રી તથા 8 ફેબુ્રઆરી વર્ષ-1893માં રાજકોટમાં 1.1 ડિગ્રી અને 27 ડિસેમ્બર વર્ષ 1903માં રાજકોટમાં 2.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

ગુજરાતમાં ગુરૂવારે ચાર સ્થળોએ રેકોર્ડબ્રેક ઠંડી સાથે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને નલિયામાં આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. ભારે શીત લહરને કારણે કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઈ છે. ઠેર-ઠેર તાપણા શરૂ કરી લોકો ઠડીમાં રાહત મેળવતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. જ્યારે આ પછી ફરી લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઉત્તરાયણ સુધી શુષ્ક હવામાનની સંભાવના દર્શાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button