રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો...
રાજકોટ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો…

રાજકોટઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આરોપી જયદિપ ચૌધરી દ્વારા મુદ્દત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા કહેતા જયદિપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી હતી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવશે. હવે આગળ ક્યાં સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલી દુર્ઘટનાઓમાં સૌથી ઝડપી ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ચાર્જ ફ્રેમ થયા હોવાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુએ દાવો કર્યો હતો. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો હતો. આગામી મુદ્દત 31 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી હતી.

15 આરોપીની ધરપકડ કરી હતી
ગત 16 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઇ કોર્ટ દ્વારા એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા તથા ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

ક્યારે બની હતી ઘટના
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024ના ભીષણ આગની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button