રાજકોટઃ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની રેલીપહેલાં જ નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા

રાજકોટઃ શહેરમાં કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત વર્ષે 25 મેના રોજ લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા. રાજકોટ ગેમ ઝોનની વરસી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધીની રેલી શરૂ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશરનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું, જેને લઈને સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે વડા પ્રધાન મોદી, આવો છે કાર્યક્રમ
વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડમાં દોષનો ટોપલો ટીપીઓ સાગઠિયા ઉપર ઢોળી દેવામાં આવ્યો છે, પરંતુ તેઓએ ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તેને અટકાવનાર કોઈ ભાજપના નેતા જ હોય તે સ્વાભાવિક છે. જેની સામે આજ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
આપણ વાંચો: પીએમ મોદીના દાહોદ કાર્યક્રમમાંથી બચુ ખાબડની કરવામાં આવી બાદબાકીઃ રાજીનામું લેશે ભાજપ સરકાર?
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારી અધિકારી કે પદાધિકારી કોણ છે તેની પણ આપે અમોને જાણ કરી નથી અથવા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. આ ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવાના તત્કાલીન સમયની અમારી માગણી હતી, જે આપે આજ દિન સુધી પગલાં લીધા નથી. એક સાગઠીયા જવાબદાર નથી જેટલા અધિકારી પદાધિકારીઓ/જવાબદાર હોય તેની સામે તમો પોતે ફરિયાદી બની ફરિયાદ કરો તેવી અમારી માગણી છે. ટીઆરપી ગેમઝોન કાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 મે સુધી વિવિધ કાર્યક્રમો આપી તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવશે.