રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

રાજકોટઃ નાના મવા રોડ પર આવેલા ટીઆપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 લોકોના મોતના નીપજ્યા હતા. ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા હતા.
આપણ વાંચો: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો…
જ્યારે વધુ એક જમીન માલિક કિરીટસિંહ જાડેજાના વકીલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બનાવની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ આ કેસના દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. જો કે, ત્યાર બાદ ગોકળગાય ગતિએ કાર્યવાહી થતા આ કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ પાંચ આરોપીનો જામીન પર છુટકારો થઈ ચૂક્યો હતો.