રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી મામલે કુંવરજી બાવળિયાએ આપ્યું નિવેદન…

રાજકોટઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ખૂબ જ તંગી પડી રહી છે, જેના કારણે લોકો હેરાન પણ થઈ રહ્યાં છે. હવા, પાણી અને ખોરાક જીવ માત્રની પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ રાજકોટ (Rajkot) ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ (Water crisis) જોવા મળી રહી છે. પાણીની તંગી મામલે રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા (Water Supply Minister Kunvarji Bavaliya)એ મીડિયા સાથે વાત કરી અને લોકોને પાણી અંગે ચિંતા ના કરવાના વાત કરી હતી.
પાણીની તંગી મામલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથીઃ કુંવરજી બાવળિયા
|કુંવરજી બાવળિયાએ આપેલા નિવેદન પ્રમાણે વાત કરવામાં આવે તો, તેમણે આજી 2 ડેમ અને ન્યારી ડેમની મુલાકાત લીધી હતી. રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પાણી પુરવાઠના અને રૂડાના અધિકારીઓ સાથે બેઠક પર કરવામાં આવશે અને ધોળી ધજા ડેમમાંથી પાણી આપી શકાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જેથી મંજૂરી મળતાની સાથે આ ડેમમાં પપાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે, એટલે પીવાના પાણી માટે રાજકોટના લોકોને કોઈ ચિંતા કરવાની નથી તેમ જણાવ્યું હતું.
ધોળીધજા ડેમ ભરેલો હોવા છતાં પાણી નથી મળતુંઃ સ્થાનિકો
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા પાણી મામલે આશ્વાસન આપી દેવામાં આવ્યું છે પરંતુ સુરેન્દ્રનગરમાં પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ ભરેલો હોવા છતાં તંત્રની ભૂલને કારણે કે અન્ય કોઈ કારણે આજે પણ સુરેન્દ્રનગરમાં ચાર દિવસે પાણી આવે છે. એ એક મોટો પ્રશ્ન છે. આ સમસ્યા માટે આ સંદર્ભે અગાઉ પણ કુંવરજી બાવળિયાને રજૂઆતો થઈ છે પરંતુ પરિણામ મળ્યું નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.
પાકને થયેલા નુકસાન મામલે કૃષિપ્રધાન અને મુખ્યપ્રધાનને રજૂઆત કરાશે
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે. આ બાબતે કુંવરજી બાવલિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે પાકમાં થયેલા નુકસાન માટે સરકાર દ્વારા વળતત આપવામાં આવશે. ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ધ્યાને આ વાત મુકવામાં આવશે. જેથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સર્વે કરવા આદેશ આપવામાં આવશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો : VIDEO: રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર; બાગાયતી પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતામાં